દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

૨૫૦ કિલો વજન ઊંચકવા જતાં વેઇટલિફટરનો પગ બટકાઇ ગયો

મોસ્કો, તા.૨૨: આજકાલ સ્પોટ્ર્સમાં લોકો પોતાની શારીરિક ક્ષમતાને એટલી હદે ચકાસવા લાગ્યા છે કે એમાં શરીરને નુકશાન થઇ જાય. રશિયાના ખાબારોવ્સ્કમાં યુરેશિયન વેઇટલિફિંટગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા રશિયાના યારોસ્લેવ રાડાશ્કેવિચ નામના વેઇટલિફટર સાથે ભયાનક હાદસો બન્યો હતો. રવિવારે બનેલી આ ઘટનામાં યારોસ્લેવ ૨૫૦ કિલો વજન ઉપાડીને સ્કવોટ કરવા ગયો એ જ ક્ષણે તેના જમણા પગની પિંડીમાં આવેલું ટિબિયા નામનું હાડકું બટકાઇ ગયું અને તે જમીન પર ફસાડાઇ પડયો. પગનું હાડકું લિટરલી બટકીને બે ટુકડા થઇ ચૂકયું હતું. તેણે હજી થોડા સમય પહેલાં જ વેઇટલિફટર તરીકે રિટાયર થઇને ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું હતું. હવે તેના પગના હાડકાને કોમ્પ્લેકસ સર્જરી અને સળિયા નાખીને સાંધવું પડશે અને એ પછી તે પોતાના પગે ચાલી શકે એમાં પણ લાંબો સમય લાગશે. ડોકટરોનું કહેવું છે કે હવે તે વેઇટલિફિંટગ ટ્રેઇનર તરીકે પણ કામ નહીં કરી શકે.

(3:45 pm IST)