દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

મહિલાએ લગાવી સીધી સિકસર

એક સાથે ૬ બાળકોને જન્મ : ૪ દીકરા અને ૨ દીકરી : બધા સ્વસ્થ

લંડન તા. ૨૨ : પોલેન્ડમાં એક ૨૯ વર્ષની મહિલાએ સોમવારે એક સાથે છ બાળકોને જન્મ આપ્યો છે. આ બાદથી દેશમાં ચારેકોર તેની ચર્ચા થવા લાગી છે. પોલેન્ડમાં એવું પહેલીવાર એવું થયું છે જયારે મહિલાએ ૪ દીકરા અને બે દીકરી એમ કુલ મળી ૬ બાળકોને જન્મ આપ્યો. રિપોર્ટ પર્માણે બાળકોનો જન્મ દક્ષિણ પોલેન્ડના ક્રાકોમાં યૂનિવર્સિટી હોસ્પિટલના સિઝેરિયન સેકશનમાં થયો. મહિલા અને બાળકો હાલ સ્વસ્થ છે.

ક્રાકોવ સ્થિત યૂનિવર્સિટી હોસ્પિટલની પ્રવકતા મારિયા વ્લોદ્કોવ્સકાએ કહ્યું કે આ બાળકોનો જન્મ ગર્ભના ૨૯મા અઠવાડિયે થયું હતું. તેણે કહ્યું કે તેનું વજન ૮૯૦ ગ્રામથી ૧.૩ કિલોગ્રામ વચ્ચેનો છે.

મારિયાએ કહ્યું કે બાળકો સ્વસ્થ છે પરંતુ આગળના વિકાસ માટે તેમને ઈંકયૂબેટરમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા એવી ડોકટરને એવી આશા હતી કે પાંચ બાળકોનો જન્મ થશે. હોસ્પિટલના નિયોનેટોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર રિસઝાર્ડ લૌટરબાખે કહ્યું કે, 'આ પોલેન્ડમાં પહેલીવાર બન્યું છે કે જયાં એકસાથે છ જુડવાં બાળકોને જન્મ આપ્યો હોય. પૂરી દુનિયામાં આ અનોખી ઘટના છે.'

ડોકટરે વધુમાં કહ્યું કે, 'આવું પોલેન્ડમાં પહેલીવાર થયું છે જયારે Sexupletsનો જન્મ થયો હતો, જે મોટેભાગે જોવા મળતું નથી. અમને પાંચ બાળકોની આશા હતી અને અમે આ માટે પાંચ ઈન્કયૂબેટરોની સાથે પાંચ ટીમ પણ તૈયાર કરી હતી. કારણ કે દરેકને એક બાળકની જવાબદારી સોંપવાની હતી. પરંતુ જયારે અમને વધુ એક બાળક દેખાયું ત્યારે અમને આશ્ચર્ય થયું હતું.' પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રઝેઝ દૂદાએ પણ ટ્વિટર પર બાળકોના માતા-પિતા અને ડોકટરોને અભિનંદન પાઠવ્યા હતા.

(11:26 am IST)