દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

અફઘાનિસ્તાનમાં મીની બસ વિસ્ફોટમાં 6 મોતને ભેટ્યા: 30ને ઇજા

નવી દિલ્હી: દક્ષિણ અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં આજે સુરક્ષા સ્થાન પર એક મીની બસમાં જબરદસ્તી વિસ્ફોટ કરવાના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 30 લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે રમજાનના પવિત્ર માસ દરમિયાન સતત આ હુમલા ચાલી રહ્યા છે બસમાં વિસ્ફોટ થવાના કારણે આજુબાજુમાં ધુમાડાના ગુબ્બારા જોવા મળી રહ્યા હતા કંધાર પ્રાંતીય અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 6 લોકોના મોત નિપજ્યા છે અને 30 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:24 pm IST)