દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

માતા-પિતા-ભાઈની ઘાતકી હત્યા અને બહેનની હત્યાની કોશિષ માટે પુત્રને દોષી ઠેરવતી કેપટાઉન કોર્ટ

અજાણ્યા હુમલાખોરોએ ઘટનાને અંજામ આપ્યાની દલીલો કોર્ટે ફગાવી

કેપટાઉન, તા. ૨૨ :. પોતાના ધનવાન મા-બાપ, ભાઈને મોતને ઘાટ ઉતારી બહેનને ગંભીર ઈજા પહોંચાડનાર વ્યકિતને સાઉથ આફ્રિકામાં દોશી ઠેરવવામાં આવ્યો છે. હેનરી વાન બ્રેડા (ઉ.વ. ૨૩)એ પોતાના ૨૧ વર્ષના ભાઈ રૂડી અને પિતા માર્ટીન (ઉ.વ.૫૪) અને માતા ટેરેસા (ઉ.વ.૫૫)ની હત્યા અને માથા-ગળા ઉપર બહેન માર્લીને ગંભીર ઈજા પહોંચાડવાના આરોપને નકાર્યો હતો. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન તેમણે કહ્યુ કે રાત્રીના અજાણ્યા હુમલાખોરોએ પોતાના પરિવારના લકઝરી રહેણાક કે જે સિકયુરીટીથી ભરપુર છે તે એસ્ટેટમાં પ્રવેશ્યા હતા પરંતુ જજ સિરાજ દેસાઈ પાંચ કલાકની સતત લાંબી દલીલોને અંતે આ વાતને માનવાનો ઈન્કાર કરી દીધો હતો. તમામ પુરાવાઓને ધ્યાને લઈ દેસાઈએ વેન બ્રેડાને દોષી કરાર ૩ હત્યા અને હત્યાની કોશિષ માટે જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે જણાવેલ કે, પરિવારનો વેન બ્રેડએ જ આ જઘન્ય હત્યા-હુમલાને અંજામ આપ્યો છે. કોઈ લૂંટના કે બહારી હુમલાખોરોના પુરાવા નથી. પરિવારના પાંચમાંથી ચાર સભ્યોને ગંભીર ઈજા થઈ અને વેન બ્રેડને એકને જ ઘટના નિહાળવા છોડી દેવાયો ? ૫ મી જૂને તેને હત્યાની સજા સંભળાવવામાં આવશે તેને કોર્ટમાંથી લઈ જવાયો ત્યારે તેણે પોતાની ધ્રુસકા ભરી રહેલી ગર્લફ્રેન્ડને કંઈક કહેવાની કોશિષ કરી હતી. વેન બ્રેડ પોતે ઘટના વખતે ટોઈલેટમાં હતો અને તેણે માસ્ક પહેરેલા અજાણ્યા હુમલાખોરોએ પોતાના પરિવાર પર હુમલો કર્યાનો બચાવ કર્યો હતો. તેને પોતાને થયેલી ઈજા તેમના અટકાવતા થયાનું જણાવ્યુ હતુ પણ આ ઈજા જાણી જોઈ કરાયેલી ઈજા જેવી જણાતી હતી. ત્યાર બાદ તે બેભાન બની ગયાનું કોર્ટને જણાવ્યુ હતુ. જો કે કોર્ટે તે વાત માની નથી.

(3:54 pm IST)