દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

ડુંગળી ખાવાથી વધે છે રોગપ્રતિકારક શકિત

ઘરમાં દરરોજ ઉપયોગમાં આવતી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી તેનુ સેવન નિયમિત રૂપે કરવુ જોઈએ. ડુંગળીમાં કેટલાય પ્રકારના ગુણ હોય છે. તેમાં પ્રાકૃતિક મીઠાશ, વિટામીન્સ એ, બી, સી, તથા ઈ હોય છે. સાથે તેમાં મિનરલ્સ જેવા સોડિયમ, પોટેશીયમ, આયરન, ફાઈબર હોય છે.

 ડુંગળી ફોલિક એસિડનો સૌથી સારો સ્ત્રોત છે. તેથી તેનો ખાવામાં ઉપયોગ કરવાથી શરીરમાં રોગોથી લડવાની ક્ષમતા મળે છે.

 કીડા-મકોડા કરડે તો ત્યા ડુંગળીનો રસ લગાડવાથી બળતરા અને દદૃમાં આરામ મળે છે.

 નાકમાંથી લોહી આવતુ હોય અથવા નાકોળી ફૂટે તો નાકમાં ડુંગળીના રસના ૧-૨ ટીપા નાખવા. લોહી નીકળતુ બંધ થઈ જશે.

(9:44 am IST)