દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

કોણીની કાળાશને દૂર કરવી છે?

આપણા શરીરના કેટલાક અંગો એવા હોય છે જ્યાં તડકાના કારણે કાળાશ આવી જાય છે. છોકરીઓ પોતાના ચહેરાને સુંદર બનાવવામાં જ પોતાનો બધો સમય વેડફી દે છે. પરંતુ, સતત નજરઅંદાજ કરવાના કારણે કોણી કાળી અને કદરૂપી થઈ જાય છે. ગોઠણ અને કોણીની કાળાશ તમારી પર્સનાલીટી પર ખરાબ અસર પાડે છે. તો જાણી લો કોણી અને ગોઠણની કાળાશ દૂર કરવાના ઉપાય.

કોણી અને ગોઠણની કાળાશ દૂર કરવા માટે થોડી હળદરમાં દૂધ અને મધ મિકસ કરી લગાવો. જ્યારે તે સૂકાઈ જાય તો તેને થોડા નવસેકા પાણીથી ધોઈ લો. એવુ કરવાથી તમારી કોણી અને ગોઠણનો રંગ સાફ થઈ જશે.

જો કોણી અને ગોઠણનો રંગ કાળો થઈ ગયો હોય તો એક વાટકામાં થોડુ એલોવેરા જેલ લો. હવે તેમાં થોડો બેકિંગ સોડા નાખી વ્યવસ્થિત રીતે મિકસ કરો. હવે આ પેસ્ટને તમારી કોણી અને ગોઠણ પર લગાવી સૂકાવા દો. હવે તેને થોડા નવસેકા પાણીથી ધોઈ લો. અઠવાડીયામાં ત્રણ વાર આવુ કરવાથી તમારી કોણીનો રંગ સાફ થઈ જશે.

 

(9:44 am IST)