દેશ-વિદેશ
News of Thursday, 22nd April 2021

પાકિસ્તાન-ઈરાનની સીમા બંધ થતા ફસાયેલ ચાર લોકોના મોત

નવી દિલ્હી: ઈરાન-પાકિસ્તાન સીમા બંધ થવાના કારણોસર બલુચિસ્તાનના માકરાનમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. સીમા પર આ લોકોની મૃત્યુ ભૂખના કારણોસર થઇ હતી પાકિસ્તાનના પ્રાધિકરણે એક મહિના પહેલા ગ્વાદર,તુર્બત અને પાંગજુર પર ઈરાન સાથેની સીમા બંધ કરી દેવામાં આવી હતી. ઈરાનથી પાકિસ્તાન આવનાર ઈરાની પેટ્રોલ અને ડીઝલ સાથે સેંકડો પીકઅપ અને અન્ય વાહનોને પણ સીમા પર જ રોકી દેવામાં આવ્યા હતા.આ વાહનોના ડ્રાઈવરો  પાસે ખાવા પીવાની વસ્તુ ન હોતા તેમના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:39 pm IST)