દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

સૅન્ટ્રલ ફિલિપિન્સમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો

મનીલામાં કેટલીય ઇમારતો, ઓફિસો ભૂંકપને કારણે હલતી જોવાં મળી

ફિલિપિન્સમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૅન્ટ્રલ ફિલિપિન્સમાં 6.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપ આવતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

આ જાણકારી યુએસ જિયોલૉજિકલ સર્વેએ આપી છે. સમાચાર એજન્સી રૉયટર્સે પણ કહ્યું છે કે મનીલામાં કેટલીય ઇમારતો, ઓફિસો ભૂંકપને કારણે હલતી જોવાં મળી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂંકપની તીવ્રતા 6.4ની મપાઈ છે. જોકે ભૂંકપને કારણે કોઈ જાનહાનિના અહેવાલ  મળ્યા.નથી

(8:58 pm IST)