દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

જંગલી ગોરીલાઓમાં પણ જોવા મળ્યો સેલ્ફીનો ક્રેઝ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કાંગોના વિરુંગા નેશનલ પાર્કની એક ફોટો ખુબજ વાયરલ થઇ રહી છે જેમાં બે ગોરિલ્લા  શિકારીઓને રોકનાર અધિકારીઓ સાથે સેલ્ફી લેતા  નજરે પડી રહ્યા છે આ ફોટોમાં બે ગોરીલા એક શખ્સ સાથે સેલ્ફી લેવા મજેદાર પોઝમાં ઉભા છે અને એક શિકારી તેની પાછળ નજરે પડી રહ્યો છે. આ ફોટોને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં અત્યારસુધીમાં 17000થી વધુ લોકો તેને શેર કરી ચુક્યા છે અને તેના પર રિએક્શન આપી ચુક્યા છે.

(6:37 pm IST)