દેશ-વિદેશ
News of Saturday, 22nd February 2020

47 વર્ષે કંબોડિયાની વિખુટા પડેલ આ બે બહેનોનું થયું મિલાન

નવી દિલ્હી: વિખૂટા પડવાની અને ફરી મિલન થવાની ઘટનાઓ બન્યા જ કરતી હોય છે, પણ વર્ષો પછી મિલનની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે ઘડીક તો માન્યામાં ન આવે. કહાણી છે કંબોડિયાની, પણ જ્યારે માનવસંબંધોની વાત હોય, ત્યારે દેશ કે કાળ કે ભાષા ક્યાં નડે છે. કંબોડિયાનાં બે બહેનો - એક 98 વર્ષનાં અને એક 101 વર્ષનાં અને આ બંને વૃદ્ધાઓનું 47 વર્ષ પછી મિલન થયું છે. કંબોડિયામાં 1970ના દાયકામાં ખ્મેર રુઝના શાસને ત્રાસ ફેલાવી દીધો હતો, ત્યારે આ બંને બહેનો વિખૂટી પડી ગયાં હતાં. આ ઘટનામાં માત્ર બે બહેનોની જ નહીં પણ એમની સાથે ભાઈની પણ મુલાકાત થઈ છે.

98 વર્ષના બુન સેનની મુલાકાત જેમને મૃત્યુ પામેલા માની લીધેલા હતા તેવા પોતાના 92 વર્ષના ભાઈ સાથે વર્ષો પછી થઈ એમ એક સ્થાનિક એન.જી.ઓ. (નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન, સ્વૈચ્છિક સંસ્થા) કહે છે.બુન સેન અને બુન ચેઆ એ બેઉ બહેનો છેલ્લે 1973માં એક બીજાને મળ્યાં હતાં. તેના બે જ વર્ષ પછી કંબોડિયા પર પોલ પોટની આગેવાની હેઠળના સામ્યવાદીઓએ કબજો જમાવી દીધો હતો.ખ્મેર રુઝ શાસન તરીકે ઓળખાતા એ અત્યાચારી શાસનને કારણે 20 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં તેવું માનવામાં આવે છે.

(5:45 pm IST)