દેશ-વિદેશ
News of Saturday, 22nd February 2020

આ તો ભાઈ જબરી બાઈ!: એક જ મિનિટમાં ૭ ફ્રાઇંગ પેન્સ વાળી નાખ્યા

જર્મનીની સ્ટ્રોન્ગવુમન તરીકે જાણીતી કેથલીન ક્રોસીના બાવડાંમાં એટલું બળ છે કે તે કોઈ એવરેજ પુરુષને ચુટકી બજાવતાંમાં ધૂળ ચાટતો કરી દઈ શકે છે. ફૌલાદી બાવડાં ધરાવતી કેથલીને ચીનમાં પોતાના હાથેથી ફ્રાઇંગ પેન્સને રોલની જેમ વાળી નાખવાનું બીડું ઝડપ્યું હતું. આ સ્ટન્ટમાં બહેને એક મિનિટની અંદર ૭ ફ્રાઇંગ પેનનું કોકડું વાળી દીધું અને ૨૦૧૪માં લિન્ડસે લિન્ડબર્ગના ૬ ફ્રાઇંગ પેન વાળવાના પરાક્રમનો વિક્રમ તોડ્યો હતો.

(3:27 pm IST)