દેશ-વિદેશ
News of Friday, 22nd January 2021

પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલ શાહીન-2નું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરી

નવી દિલ્હી: અમેરિકામાં જ્યારે જાે બાઇડેન ૪૬મા રાષ્ટ્રપતિ પદના શપથ લઇ રહ્યા હતા તેના થોડાંક કલાક પહેલાં પાકિસ્તાનએ બેલેસ્ટિક મિસાઇલ શાહીન-૩ના સફળ પરીક્ષણની જાહેરાત કરી. પાકિસ્તાની સેનાએ બુધવારના રોજ કહ્યું કે શાહીન-૩ તકનીક અને વેપન સિસ્ટમના મામલામાં આધુનિક છે. વડાપ્રધાન ઇમરાન ખાનએ તેને લઇ પોતાના વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવી દીધા. પરંતુ મિસાઇલનું પરીક્ષણ બુધવારના રોજ વિવાદોમાં ઘેરાયું. તેનું પરીક્ષણ બલુચિસ્તાનના ડેરા ગાજી ખાનથી કરાયું હતું. બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટી એ કહ્યું કે શાહીન-૩ ડેરા બુગ્તી એ રહેણાંક વિસ્તારમાં જઇને પડ્યું અને કેટલાંય લોકોના ઘર તબાહ થઇ ગયા અને કેટલાંય ઘાયલ પણ થયા છે.

         બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટી એ ટ્‌વીટ કરી કહ્યું કે પાકિસ્તાન આર્મીએ બુધવારના રોજ શાહીન-૩ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ ડેરા બુગાતી માં રહેણાંક વિસ્તારમાં આવીને પડી. તેમણે કહ્યું કેટલાંય લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની સેના એ બલુચિસ્તાનને પ્રયોગશાળા બનાવીને મૂકી દીધું છે. આ મિસાઇલ સામાન્ય લોકોની હાજરીમાં છોડવામાં આવી હતી.

(6:18 pm IST)