દેશ-વિદેશ
News of Wednesday, 22nd January 2020

આતો ગઝબ કહેવાય: બાળકોએ પીકનીક પર જવાની ના ક્હેતા દંપતી વાઇફાઇને સાથે લઇ ગયા

નવી દિલ્હી:આજકાલના બાળકોની દુનિયા માત્ર ઇન્ટરનેટ પુરતી સિમિત બની છે. પહેલા બાળકોને ઘરે આવવા માટે કહેવું પડતું, જ્યારે હવે ઘરમાંથી બહાર નિકળવા માટે ટોકવા પડે છે. કેઝી અને ક્રિસ નામનું દંપતિ ઓસ્ટ્રેલિયામાં રહે , જણે એક દિવસની પિકનિક પર જવાનો પ્લાન બનાવ્યો.

                              તેમણે માટે તેમના ત્રણે બાળકોને પુછ્યુ કે પિકનિક પર આવશો કે કેમ? તો બાળકોએ કહ્યુ કે ના પિકનિક બહુ બોરિંગ હોય છે, અમારે નથી આવવું. તો એક ફેસબૂક પોસ્ટમાં કેઝીએ લખ્યું છે કે અમારા બાળકોને બદલે અને ઘરમાં સૌથી વધુ કામ કરતા 'વાઇફાઇ'ને સાથે લઇ ગયા. હકીકતમાં બાળકોનો પ્લાન હતો કે ઘરે રહીને આખો દિવસ ઇન્ટરનેટ પર મોજ મજા કરીશું, પરંતુ વાઇફાઇ સાથે લઇ જતા તે ચોપટ થઇ ગયો.

(6:02 pm IST)