દેશ-વિદેશ
News of Wednesday, 22nd January 2020

હવે એન્ટીબાયોટીક પ્રતિરોધક જીવાણુઓ પણ ખતમ થઇ શકશે

નવી ટેકનીક અને વિશેષ પદાર્થ દ્વારા એન્ટીબાયોટીકને બેઅસર કરનારા જીવાણુઓનો ખાતમો શકય બનશે

વોશીંગ્ટન, તા.,રરઃ બાયો સાયન્સ એન્જીનીયરોએ જીવાણુરોધી એક નવી ટેકનીક વિકસાવી છે. જે એન્ટીબાયોટીકના પ્રભાવને ખતમ કરનાર જીવાણુઓને નબળા પાડશે. પારંપરીક એન્ટીબાયોટીક કોઇ જીવાણુઓને મારે છે અથવા તેની ગતિવિધિને ઘટાડે છે તેમાં કેટલાક જીવાણુ પર એન્ટીબાયોટીકની કોઇ અસર થતી નથી.

આ જીવાણુ ખુદને એન્ટીબાયોટીક પ્રતિરોધી બનાવી દે છે. આ કારણે એન્ટીબાયોટીકનો પ્રયોગ કરવાથી જીવાણુઓ વધુ એન્ટીબાયોટીક પ્રતિરોધી બની જાય છે.

નેચર કોમ્યુનીકેશન જર્નલમાં પ્રકાશીત થયેલ અહેવાલમાં જણાવાયું હતુ કે નવી ટેકનીકથી ખુબ જ સરળતાથી એન્ટીબાયોટીક પ્રતિરોધી જીવાણુઓને હટાવી શકાય છે. આ માટે તેમણે કેયુ લુવેનમાં પહેલેથી વિકસીત જીવાણુરોધી પદાર્થોનો પ્રયોગ કર્યો.

ફલાઇંગ લેયર વગર સુરક્ષા ધરાવતાં જીવાણુઓને યાંત્રીક બળથી ખતમ કરી શકાય છે. અને તે એન્ટીબાયોટીકથી સરળતાથી મરી જાય છે. જીવાણુઓના સમુહ પર જયારે આ નવા જીવાણુરોધી પદાર્થથી હુમલો થાય છે તો તેની અસર ખતમ થઇ જાય છે કેમ કે જે પ્રતિરોધી જીવાણુ સમુહમાં ખુબ વધુ માત્રામા઼ ફલાઇંગ ઉત્પન્ન કરે છે તેના પર નિયંત્રણ મેળવવામાં આવે છે.

તેમાં વધુ ઉર્જા લાગે છે પરંતુ બિનપ્રતિરોધક જીવાણુને ફાયદો થાય છે. બિન પ્રતિરોધ જીવાણુ પ્રતિરોધક જીવાણુની તુલનામાં ઝડપથી વૃધ્ધિ કરે છે. તેથી પ્રતિરોધક જીવાણુની તુલનામાં તેની સંખ્યા વધી જાય છે પારંપારીક એન્ટીબાયોટીકથી વિપરીત આ નવો પદાર્થ પ્રતિરોધકની વિરૂધ્ધ કામકરે છે.

(3:51 pm IST)