દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

અનુમાન કરતા ૪ ગણી વધારે ઝડપથી ગ્રીનલેન્ડમાં બરફ પીગળે છેઃ અધ્યયન

પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાઇસેજ જર્નલમાં છપાયેલ અધ્યયનના જણાવ્યા પ્રમાણે  દુનિયાભરમાં વધતા તાપમાનને કારણે ગ્રીનલેન્ડમાં અનુમાન કરતા લગભગ ૪ ગણી વધારે ઝડપથી બરફ પીગળે છે. અધ્યયન અનુસાર ગ્રીનલેન્ડમાં ગ્લેશિયર્સ નહી પરંતુ બરફ શીટ પીગળવાના કારણે વધારે બરફ પીગળી રહયો છે. ગ્રીનલેન્ડનું કુલ ક્ષેત્રફળનો ૮ર ટકા ભાગ બરફના થર છે.

(10:35 pm IST)