દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

નિસાનના પૂર્વ પ્રમુખ કાર્લોસ ઘોસનની મુશ્કેલીમાં વધારો :કોર્ટે જમીન અરજી ફગાવી

 

ટોકિયો :નાણાકીય અનિયમિત્તાના આરોપોનો સામનો કરી રહેલા નિસાનના પૂર્વ પ્રમુખ કાર્લોસ ઘોસનની મુશ્કેલીમાં વધારો થયો છે. ટોકિયોની કોર્ટ દ્વારા મંગળવારે ઘોસનની અર્જી ફગાવી દીધી છે.

 કોર્ટે જમીન અરજી ફગાવતા હવે તેઓની હાલ પુરતી જેલમાંથી બહાર આવવાની સંભાવનાઓ ઓછી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  નાણાકીય ગડબડીના કેસમાં ૧૯ નવેમ્બરના રોજ ઘોસનની ધરપકડ કરાઈ હતી.

(10:05 pm IST)