News of Tuesday, 22nd January 2019
એક યાત્રીનો જીવ બચાવવા માટે 250 યાત્રીઓ મુસીબતમાં મુકાયા
નવી દિલ્હી: વિમાનમાં સવાર એક યાત્રીનો જીવ બચાવવાના પ્રયત્નમાં 250 યાત્રીઓનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે યાત્રીઓ વિમાનમાં બેસીને બર્ફમાં જામેલ ઠંડીમાં આખી રાત તડપી રહ્યા હતા આ ઘટના કેનેડાની છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નેવાર્ક એરપોર્ટથી 250 યાત્રીઓને લઈને હોંગકોંગ જતી ફ્લાઈટમાં આ ઘટના બની છે.જેમાં રસ્તામાં એક યાત્રીની તબિયત ખરાબ થઇ જતા તાપમાન 30 ડિગ્રીથી પણ નીચે થઇ ગયું હતું અને તેમાં બરફના કારણે બીજા મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.
(6:11 pm IST)