દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

ટોક્યો મેટ્રો ટ્રેનના સત્તાવાળાઓઅે ટ્રેનમાં ટ્રાફિક ઘટાડવા નવી તરકીબ અપનાવીઃ વહેલી ટ્રેન પકડી લેનાર મુસાફરોને મફતમાં તંપુરા નામનો જાપાની ખોરાક ફ્રીમાં અપાશે

ટોક્યો: દરરોજ લગભગ 72 લાખ લોકો ટોક્યો મેટ્રોથી મુસાફરી કરે છે, જ્યાં કેટલીક લાઈનો કલાકો સુધી ભીડથી પ્રભાવિત રહે છે. સૌથી ખરાબ સ્થિતિ તોજઈ લાઈનની હોય છે, જ્યાં કલાકો સુધી મુસાફરો ભીડમાં ફસાયેલા રહે છે.

મેટ્રોનો પ્રયાસ છે કે મુસાફરો સવારે ભીડ પહેલા જ મેટ્રોમાં મુસાફરી કરી લે. જો 2000 મુસાફરો પણ આવતા બે સપ્તાહ સુધી મેટ્રો વહેલી પકડી લે તો તેમને ટોક્યો મેટ્રો તંપુરા (એક પ્રકારનો જાપાની ખોરાક) આપશે અને તે પણ તદ્દન ફ્રી.જો 2,500 લોકો આ ચેલેન્જ પૂરી કરે છે તો તેમને મફતમાં સોબા (જાપાની ખાવાનું) મળશે. જો ચેલેન્જને 3,000 લોકો પૂરી કરી લે છે તો તેમને સોબા અને તંપુરા અને કોમ્બોનું કોમ્બો આપવામાં આવશે.

આ કેમ્પેનમાં લગભગ 100 કંપનીઓ સામેલ થઈ રહી છે. આ કંપનીઓ પોતાના કર્મચારીઓને જલદી કામ શરૂ અને પુરું કરવાની મંજૂરી આપી રહી છે. એટલું જ નહીં, આ કંપનીઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા પણ આપી રહી છે.

(5:18 pm IST)