દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

પપ્પાના સેલોંમાં વાળ કાપતી સાત વર્ષની હેરસ્ટાઇલિસ્ટ બની આકર્ષણનું કેન્દ્ર

અમેરિકાના હ્યુસ્ટનમાં ફ્રેન્કી હર્નાન્ડેઝ નામના બાર્બરની સાત વર્ષની દીકરી અલીજા બચપણથી પપ્પાની કોપીકેટ બની ગઇ છે. માત્ર ચાર વર્ષની હતી ત્યારથી તે સેલોંમાંના જુદા-જુદા સાધનો ખૂબ સિફતપૂર્વક ચલાવતા શીખી ગયેલી અને હવે સાત વર્ષની વયે તે કસ્ટમર્સના વાળ કાપતી થઇ ગઇ છે. અલીજા કસ્ટમર્સના વાળ કાપતી હોય ત્યારે એના વિડિયો લે છે જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરે છે અને હજારો હિટ્સ મેળવે છે. તેના પિતાનું કહેવું છે કે એક પ્રોફેશનલ બાર્બર જેટલી સ્કિલ્સ તે અત્યારે શીખી ચૂકી છે. જોકે હજી તેને માટેનું લાઇસન્સ નહીં મળે. અલીજાએ સ્ટેટ-લેવલની હેરકટ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો છે અને પોતાનાથી ત્રણગણી ઉંમરના બાર્બર્સને ટક્કર આપી છે.(.૨૭)

(3:56 pm IST)