દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

આ મગરભાઇ માણસોને આપે છે ઇમોશનલ સપોર્ટ

ન્યુયોર્ક, તા.૨૨: અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા જોઇ હેની નામના ભાઇનું કહેવું છે કે તેમણે પાળેલો મગર ઇમોશનલ સપોર્ટ એનિમલ બની શકે એમ છે. તાજેતરમાં યોર્ક શહેરમાં વયસ્કો માટે ખૂલેલા એક કમ્યુનિટી સેન્ટરમાં ભાઇ પોતાના પાળેલા મગરને લઇને આવ્યા હતા અને વડીલોને મગરથી ડરવા નહીં પરંતુ એની સાથે દોસ્તી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જોઇ એક ચેનલ માટે ૧૯૮૯ થી ૨૦૦૦ની સાલ સુધી ફીશિંગ અને હન્ટિંગ શો હોસ્ટ કરતા હતા. દરમ્યાન તેમને મગરો સાથે પ્રેમ થઇ ગયો. તાજેતરમાં તેઓ સાડાચાર ફુટ લાંબા વોલી નામના મગરને લઇને સહાયકની રૂરીયાત ધરાવતા વડીલોના સેન્ટરમાં આવ્યા હતા. ગળે પટ્ટો બાંધીને જાણે ડોગીને ફેરવતા હોય એટલી સહજતાથી તેઓ વોલી સાથે ફરતા હતા. હેનીભાઇનું કહેવું છે કે મગર ઇમોશનલ સપોર્ટ એનિમલ છે. એને તેઓ પોતાના ઘરમાં બાંધીને નથી રાખતા. તેઓ સ્કૂલોમાં અને સિનિયર સિટિઝન્સનાં સેન્ટરોમાં ફરવા લઇ જાય છે જયાં બીજા મનુષ્યોને પણ ફીલગુડ કરાવે છે. વોલી માટે જોઇભાઇએ પોતાની બેઠકરૂમમાં ૩૦૦ ગેલનની કેપેસિટી ધરાવતું તળાવ બનાવ્યું છે. સિવાય મગરભાઇને ટીવી જોવું બહુ ગમે છે.

(3:56 pm IST)