દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

વિચિત્ર ચાલને કારણે મહિલા પકડાઇ, જોયું તો પગે ૨૪ ઉંદરડા બાંધેલા

લંડન તા ૨૨એરપોર્ટ પર તમે કઇ રીતે ચાલો છો પણ તમારા ગુનાનું પગેરૂ શોધવા માટે બહુ મહત્વનું બની શકે છે. થોડા દિવસ પહેલાં તાઇવાના કિમ્મેન પ્રાંતમાં રહેતી ૬૦ વર્ષની મહીલા ચીનના પ્રવાસથી પાછી ફરી રહી હતી. પાછા આવ્યા પછી બહેન એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારેરૂટીન સિકયોરીટી ઓફિસરને બહેનની ચાલ કંઇક વિચિત્ર લાગી. અધિકારીઓએ કસ્ટમ્સ વિભાગમાં જાણ કરીને બહેનની તપાસ કરવી રૂરી છે એમ જણાવ્યું કસ્ટમ્સ અધિકારીઓએ જયારે બહેનને સાઇડમાં લઇ જઇને પુછયું કે તમે કેમ આવું વિચીત્ર ચાલો છો ? ત્યારે તેણે પોતાને પગમાંતકલીફ છે એવું કહ્યું બહેને વખતે સ્કર્ટ પહેરેલું. જોકે મહિલા અધિકારીને બોલાવીને બહેનનું સ્કર્ટ ઉંચું કરવામાં આવ્યું તો ખબર પડી કે બન્ને પગે સ્મગલિંગનો સામાન બાંધેલો છે અને સ્મગલિંગમાં બીજું કંઇ નહીં પણખાસ પ્રકારના ચાઇનીઝ ઉંદર જેવાં પ્રાણીઓના બચ્ચા છે. બહેને પગે પાયજામો પહેરીને બન્ને તરફ ઉંદરડા બાંધી દીધા હતા અને એના પર ખુલતું સ્કર્ટ પહેરી લીધું હતું. ઉંદરડા બહેને ચીનની એક પેટ શોપમાંથી ખરીદેલા.

(3:56 pm IST)