દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

૧.૫૦ કરોડ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો કયુટેસ્ટ ડોગી ઊંઘમાં જ મૃત્યુ પામ્યો

લંડન તા ૨૨સોશ્યલ મીડીયામાં કયુટ દેખાવ માટે છવાયેલો બૂ નામનો પોમેરેનિયન ડોગી શનિવારે મૃત્યુ પામ્યો હતો. ડોગીના સોશ્યલ મીડિયા પર કુલ .૫૦ કરોડ જેટલા ફોલોઅર્સ હતા. એના માલિકે ફેસબુક પર બૂ ના મૃત્યુના સમાચાર આપ્યા પછી લગભગ એક લાખથી વધુ ખરખરો કરતા રિપ્લાય પોસ્ટને મળ્યા છે. બૂ બાર વર્ષનો હતો અને છેલ્લા એક વર્ષથી એેનું હ્રદય નબળુંપડીી ગયેલુ. એની સાથે રહેતો બડી નામનો બીજો પોમેરેનિયન ડોગી ગયા વર્ષે મૃત્યુપામ્યો હતલ. પોતાના ખાસ નિગરી દોસ્તના ગયા પછી રમતિયાળ અને હસમુખો બૂ ખુબ  ગંભીર અને ઉદાસ રહેવા લાગ્યો હતો. એની તબીયત પણ વારંવાર બગડતી હતી. જોકે ગયા શનિવારે રાતે ઊંઘમાં હતો ત્યારે હાર્ટ-એટેકથી એનું મોત થયું હતું

(3:55 pm IST)