કુંગ ફુ કરવા જતાં ૪૦ બાઇક બળીને ખાખ થઇ ગઇ
બીજીંગ તા. રર : ચાઇનીઝ માર્શલ આર્ટ ફુંગફુ એક એવી કળા છે, જે પહેલી નજરે અશકય લાગતા સ્ટુન્ટને શકય બનાવી દે છે. મોટા ભાગે આ આર્ટ આત્મરક્ષા માટે વાપરવાની હોય છે. જો કે ચીનના હાનયિન વિસ્તારમાં કુંગફુના સ્ટન્ટમાં એક સાથે૪૦ બાઇકો બળીને ખાખ થઇ ગઇ હોવાનો ખુલાસો થયો છે.થોડકા સમય પહેલાં આ વિસ્તારમાંં એક સાથે પાર્કિંગમાં પડેલી ૪૦ બાઇકો સળગી ગઇ હતી. આવું કેવી રીતે થયું એની શોધ કરવા માટે પોલીસે સ્થાનિક વિસ્તારમાં લાગેલા કેમેરાઓનું કુટેજ તપાસ્યું એમાં જાણવા મળ્યું કે એ છોકરાએ કુંગફુનો પ્રયોગ કરવાની કોશિષ કરી હતી, જે નિષ્ફળ ગઇ હતી. આ છોકરાએ પહેલા એક બાઇકની પાછળની સીટ પર આગ લગાડી અને કુંગ ફુ દ્વારા એને શમાવવાની કોશિષ કરી જો કે આગ બુઝવાને બદલે ફેલાઇ ગઇ એટલે પેલો છોકરો ત્યાંથી રફુચક્કર થઇ ગયો.