દેશ-વિદેશ
News of Monday, 21st December 2020

કોરોનાની રસી પર સંશોધન કરી રહેલ રશિયાના ટોચના વૈજ્ઞાનિકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

નવી દિલ્હી: રશિયાના એક ટોચના વૈજ્ઞાનિક જે કોરોનાની રસી તૈયાર કરવાના કામમાં જોડાયેલા હતા તેમનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ 45 વર્ષના વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી (Alexander Kagansky) પોતાના ફ્લેટના 14માં માળેથી નીચે પડ્યા હતા.

      ઘટના ઘટી ત્યારે તેઓ ફક્ત અંડરવિયરમાં હતા. વૈજ્ઞાનિકના શરીર પર ચાકૂથી હુમલો કર્યાના નિશાન પણ છે. પોલીસ દ્વારા 45 વર્ષના એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત પણ થઈ છે. અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી બાયોલોજિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમજ તે બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા હતા. લગભગ 13 વર્ષ સુધી તેમણે સ્કોટલેન્ડમાં કામ કર્યું હતું. રશિયન અખબાર Moskovsky Komsomolets ના રિપોર્ટ મુજબ કગનસ્કી કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં કામે લાગેલા હતા.

(5:39 pm IST)