દેશ-વિદેશ
News of Thursday, 21st November 2019

સીરિયામાં ઇઝરાયલનો હવાઈ હુમલો: 23ના મૃત્યુ

નવી દિલ્હી: ઇઝરાયલી લડાકુ વિમાનોએ બુધવારના રોજ સીરિયાઈ સેનાની જગ્યાને નષ્ટ કરીને કરેલ હવાઈ હુમલામાં બે નાગરિકો સહીત અન્ય 23 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સિરિયાની સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.ઇઝરાયલી લડાકુ વિમાનોએ રાજધાની દમિશ્કથી નજીકના વિસ્તારને નિશાન બનાવ્યું હતું.

                       આ હવાઈ હુમલામાં 21 સૈનિકોના મૃત્યુ થયા છે જેમાં પાંચ સીરિયાઈ છે અને અન્ય બે નાગરિકોના મૃત્યુના પણ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. મૃતક સૈનિકોના વધારે ઇરાનના હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:46 pm IST)