દેશ-વિદેશ
News of Tuesday, 20th November 2018

હોન્ડુરાસ-અલ સલ્વાડોરના પ્રવાસીઓને રોકવા કાંટાળી વાડ કરવી પડી: 6000 સૈનિકો તહેનાત

મેક્સિકોની નજીકની અમેરિકી સરહદ પર કાંટાળી વાડ કરવાની સરકારને ફરજ પડી છે. અહીં અમેરિકાની 19મી એન્જિનિયર બટાલિયનના સૈનિકો કાંટાળી વાડ લગાવી રહ્યા છે. જેથી હોન્ડુરાસ, અલ સલ્વાડોર સહિત પાંચ દેશોના પ્રવાસીઓની ઘૂસણખોરી અટકાવી શકાય. 10 હજાર લોકો અમેરિકામાં શરણ મેળવવા આવી રહ્યા છે. તેમને રોકવા માટે 6000 સૈનિકો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

(12:39 am IST)