દેશ-વિદેશ
News of Monday, 21st October 2019

અમેરિકામાં અભ્યાસ દરમ્યાન દુર્ઘટના સર્જાતા ત્રણ સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી: દક્ષિણપૂર્વી અમેરિકાના જોર્જિયોના ફોર્ટ સ્ટૅવોર્ટમાં અભ્યાસ સત્ર દરમ્યાન રવિવારના રોજ હથિયારબંધ  ગાડી દુર્ઘટનાનો  શિકાર બનતા ત્રણ સૈનિકોના મોત થયા છેતેમજ અન્ય ત્રણને ગંભીર  હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સૈનિકની  સેનાએ પ્રથમ બખ્તરબંદ બ્રિગેડ લડાકુ ટીમની સાથે બ્રેડલી વાહનમાં સવાર હોવાનું જાણવામાં આવી રહ્યું છે. દુર્ઘટનામાં ત્રણ સૈનિકોએ  ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો તેમજ ઈજાગ્રસ્ત સૈનિકોને  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી દુર્ઘટના સર્જવા પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું નથી.

(6:02 pm IST)