દેશ-વિદેશ
News of Sunday, 21st October 2018

રશિયા પર પરમાણુ હુમલો થશે તો સૈનિકો સ્વર્ગમાં જશે : દુશ્મન દેશને પસ્તાવાનો મોકો નહીં મળે બસ મરશે જ

રશિયા પર પરમાણુ હુમલાનો નિર્ણય થશે તો ધરતી પર જીવન સમાપ્ત થઈ જશે

રશિયાના રાષ્ટપ્રમુખ વ્લાદિમીર પુતિને દુશ્મન દેશોને આકરી ચેતવણી આપી છે.રશિયા પર પરમાણુ હુમલાની સ્થિતિનો કેવી રીતે સામનો કરવામાં આવશે. તેના પર મહત્વની ટીપ્પણી કરતા પુતિને અમેરિકાનું નામ લીધા વગર કહ્યુ છે કે જો રશિયા પર પરમાણુ હુમલો કરવામાં આવશે, તો તેમના સૈનિકો તો શહીદ થઈને સ્વર્ગમા જશે. પરંતુ દુશ્મનને પસ્તાવાનો પણ મોકો મળવાનો નથી અને દુશ્મનો બસ મરશે જ.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ.પુતિને મોસ્કો ખાતેની થિન્ક ટેન્ક વલ્દાઈ ડિસ્કસન ક્લબના કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ  ટીપ્પણી કરી હતી

 રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને ચેતવણી આપતા ક્હયુ હતુ કે જો કોઈ દેશ રશિયા પર પરમાણુ હથિયારથી હુમલાનો નિર્ણય કરશે. તો ધરતી પર જીવન સમાપ્ત થઈ જશે.પરંતુ આક્રમણકારીઓથી ઉલટ રશિયનોનું સ્વર્ગમાં જવાનું સુનિશ્ચિત છે.સોચીમાં આયોજિત કાર્યક્રમમાં પુતિને કહ્યુ કે રશિયા નિશ્ચિતપણે આવા હુમલાનો બદલો લેશે અને આક્રમણખોરોના હિસ્સામાં માત્ર તબાહી જ આવશે.

(6:55 pm IST)