દેશ-વિદેશ
News of Tuesday, 21st September 2021

જ્યાં હોય આટલું વાઈટ પેઇન્ટ ત્યાં એસીનું શું કામ

જાય વિજ્ઞાન.. અમેરિકી વૈજ્ઞાનિકોએ બનાવ્યું દુનિયાનું સૌથી અલ્ટ્રા વાઈટ પેઈંટ : ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ, બજારમાં લાવવાની તૈયારી

 વોશિંગટન તા ૨૧, અમેરિકાના ઈંડિયાનામાં પરજુ યુનિવર્સીટીની પ્રયોગશાળાએ દુનિયાનું સૌથી વધુ વાઈટ પેઇન્ટ તૈયાર કર્યું છે.વૈજ્ઞાનિકોએ દાવો છે કે આ પેઈન્ટના કારણે એર કન્ડિશનિંગની જરૂરિયાત સાવ ઓછી અથવા તો સંપૂર્ણ પૂર્ણ થઇ જશે. તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સૌથી સફેદ પેઈન્ટના રૂપે શામેલ કરી લેવામાં આવ્યું છે.

 વૈજ્ઞાનિકોએ આટલું સફેદ પેઈન્ટ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે નહીં પરંતુ ગ્લોબલ ર્વોમિંગ ઉપર રોક લગાવવા માટે બનાવ્યું છે. યુનિવર્સીટીના મિકેનિકલ એન્જીનીયરીંગના પ્રોફેસર શિઉલીન રૂઆનના જણાવ્યા મુજબ અમે ૭ વર્ષ પહેલા આ પ્રોજેકટ શરુ કર્યો હતો.અમે વીજળીની બચત અને ગ્લોબલ ર્વોમિંગ માટે કઈંક કરવા ઇચ્છતા હતા. અમે એવું પેઈન્ટ બનાવવાનો વિચાર કર્યો કે જેને લગાવ્યા બાદ ઇમારત ઉપર સૂર્યની રોશનીની કઈ અસર ના થાય.

  ૯૮.૧ ટકા સોલર રેડિએશન

આ પેઇન્ટ ઘણું જ પરાવર્તક (રિફ્લેકિટવ) છે. આ ૯૮.૧ ટકા સોલર રેડિએશન કરે છે. અને ઇન્ફ્રારેડ હિટને ઉત્સર્જિત કરે છે. આ સૂર્યની ઘણી જ ઓછી ગરમીને અવશોષિત અને ઉત્સર્જિત કરશે. ઇમારત પર તેની કોટિંગથી અંદરનું વાતાવરણ ઠંડુ રહેશે. તેનાથી વીજળીના ઉપયોગની વગર તાપમાન સામાન્ય રહી શકે છે. 

(2:53 pm IST)