દેશ-વિદેશ
News of Monday, 21st September 2020

તાલિબાન એયરસ્પેસ પર થયેલ આતંકવાદી હવાઈ હુમલામાં 30 નાગરિકોના મૃત્યુ

નવી દિલ્હી: અફઘાનના ઉત્તર પૂર્વી પ્રાંત કૂદુંજમાં થયેલ એક આતંકવાદી હવાઈ હુમલામાં 30 નાગરિકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે પ્રથમ હવાઈ હુમલો કૂદુંજ રાજ્યના ખાનાબાદ જિલ્લાના નીક્પાઈ એરિયામાં થયો હતો સૂત્રોદ્વારા વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રથમ હવાઈ હુમલો જોવા માટે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા ત્યારે જ ત્યાં બીજો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 30થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે અને અન્ય ઘણા બધા લોકોને ઇજા પહોંચી હોવાનું પણ માલુમ પડી રહ્યું છે.

(6:45 pm IST)