દેશ-વિદેશ
News of Saturday, 21st September 2019

આ બહેનને હજીયે પોતાના હોઠ હજી વધુ ભરાવદાર બનાવવા છે

લંડન,તા.૨૧:ફેશનેબલ અને અટ્રેકિટવ દેખાવા માટે લોકો ચહેરા અને બોંડી પર જાતજાતની પ્લાસ્ટિક સર્જરીઓ કરાવે છે. બલ્ગેરિયાની એન્ડ્રીઆ એમિલોવા નામની બાવીસ વર્ષની કન્યાએ પણ સુંદર દેખાવા માટે હોઠને ભરાવદાર બનાવવા માટે ત્રણ વાર એમાં ફિલર્સ ભરાવ્યાં છે. એને કારણે ઓરિજિનલ હોઠની સાઇઝ કરતાં ત્રણગણા વધુ પહોળા અને ફુગ્ગાની જેમ ફુલી ગયેલા હોય એવું લાગે છે. આ સાથેની તસવીરો જોઈને એમ લાગે કે હવે કદાચ બહેન પસ્તાવો કરતાં હશે, પરંતુ હકીકત જુદી છે. બહેનને હજીયે સંતોષ નથી. સોફિયા યુનિવર્સિટીમાં જર્મન ફિલોસોફી વિષય પર ભણી રહેલાં આ બહેનને પોતાના હોઠ વધુ ભરાવદાર બનાવવા છે. અલબત્ત્।, પ્લાસ્ટિક સજર્યનો તેમને ચેતવી રહ્યા છે કે હવે જો વધુ કરશો તો ફાટી જશે. એમ છતાં હજી તેમને હોઠ ભરાવદાર બનાવવા જ છે.

(3:28 pm IST)