દેશ-વિદેશ
News of Tuesday, 21st August 2018

સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સે કયારેય તેના બાળકને નથી આપ્યો મોબાઈલ

જો તમે તમારા બાળકને મોબાઈલ અથવા ટેબલેટ આપી રહ્યા છો, તો તેનાથી થતા નુકશાન વિશે જાણવુ પણ જરૂરી છે.

શું તમે જાણો છો? દુનિયાના સૌથી અમીર વ્યકિતઓમાં બિલ ગેટ્સે પોતાના બાળકોને ૧૪ વર્ષની ઉંમર સુધી મોબાઈલ આપ્યો ન હતો. તેવી જ રીતે સ્ટીવ જોબ્સે ૨૦૧૧નાં ન્યુયોર્ક ટાઈમ્સને આપેલ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેઓએ પોતાના બાળકોને કયારેય પણ આઈપેડનો ઉપયોગ કરવા દીધો ન હતો.

દુનિયા આખીમાં મોબાઈલના ઉપયોગને લઇ ખૂબ જ રિસર્ચ થયા છે, જેના પરિણામ સ્તબ્ધ કરી દે તેવા આવ્યા છે. જે બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તે અન્ય બાળકોની તુલનામાં મોડુ બોલવાનું શરૂ કરે છે. ૬ મહિનાથી ૨ વર્ષ સુધીના બાળકો પર કરેલ એક સર્વેમાં આ સ્થિતી સામે આવી છે.

દર ૩૦ મિનીટના સ્ક્રીન ટાઈમથી ૪૯ ટકા અસર વધી જાય છે કે બાળક મોડુ બોલવાનું શરૂ કરશે. જ્યારે દુનિયાના જાણીતા (એડીકશન) થેરાપિસ્ટ મેન્ડી સાલગિરીએ તો ત્યાં સુધી કહ્યું કે બાળકોને સ્માર્ટ ફોન આપવો એ એક ગ્રામ કોકેન આપવા બરાબર છે.

(9:12 am IST)