દેશ-વિદેશ
News of Tuesday, 21st August 2018

તમારી મેકઅપ કીટમાં રેડ શેડ લિપસ્ટિક જરૂર રાખવી

બધી છોકરીઓને લિપસ્ટિક કરવી ખૂબ જ પસંદ હોય છે. લિપસ્ટિક વગર મેકઅપ અધૂરો દેખાય છે. મોટા ભાગની છોકરીઓ ગ્લેમરસ લુક મેળવવા માટે પોતાના ડ્રેસ સાથે મેચિંગ લિપસ્ટિક કરે છે. પરંતુ, જરૂરી નથી કે તમે તમારા ડ્રેસને મેચિંગ લિપસ્ટિક કરો. તમે તમારા બધા ડ્રેસ સાથે રેડ લિપસ્ટિક કરી શકો છો.

રેડ લિપસ્ટિક તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. રેડ લિપસ્ટિક બધા રંગના આઉટફીટ સાથે સારી લાગે છે. તેને લગાવવાથી તમને બોલ્ડ અને ગ્લેમરસ લુક મળે છે. જે છોકરીઓની ત્વચા ડાર્ક હોય છે, તે રેડ લિપસ્ટિક કરતા ખચકાટ અનુભવે છે. પરંતુ, એવુ હોતુ નથી. ડાર્ક ત્વચા ઉપર પણ રેડ લિપસ્ટિક સારી લાગે છે.

આજકાલ મોટા ભાગની છોકરીઓ બહાર કામ કરે છે. સવારે ઓફિસ જવાની ઉતાવળમાં તે પોતાના ચહેરા પર મેકઅપ સરખી રીતે કરી શકતી નથી. જેના કારણે તેનો ચહેરો ફીક્કો દેખાય છે. ત્યારે તમારા ચહેરા પર બીબી ક્રીમ અને કાજલ સાથે રેડ લિપસ્ટિક લગાવો. એવુ કરવાથી તમારા ચહેરાને ગ્લેમરસ લુક મળશે અને તમારો મેકઅપ પણ સરળતાથી થઈ જશે.

રેડ લિપસ્ટિક બધી રીતે તમારા ત્વચાના પ્રકાર પર શૂટ કરે છે. તેને લગાવવાથી તમને એટ્રેકટીવ લુક મળે છે અને જો તમને ડાર્ક રેડ શેડ પસંદ નથી તો તમે બ્રિક જેવા લાઇટ શેડનો ઉપયોગ કરી શકો છો. તેને લગાવાવથી તમે યુવાન અને એનર્જેટીક દેખાશો.

 

(9:11 am IST)