દેશ-વિદેશ
News of Tuesday, 21st August 2018

પલાળેલા ચણા શારીરિક નબળાઈ દૂર કરે છે

સ્વાસ્થ્ય માટે પલાળેલા ચણા પલાળેલ બદામથી પણ વધુ ફાયદાકારક હોય છે. કાળા ચણા વ્યકિતને શારિરીક ફીટ રાખવાની સાથે માનસિકરૂપે પણ ફીટ રાખે છે. પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, નમી, ફેટ, ફાઇબર, કેલ્શિયમ, આયરન અને કેટલાય વિટામીન પણ હોય છે.

આ ઉપરાંત તે લોહિ સાફ કરવામાં પણ મદદ કરે છે. એક વાટકો પલાળેલા અથવા શેકેલા ચણા દરરોજ પાંચ બદામ સાથે ચાવીને ખાવા. તેનાથી શરીર મજબુત થાય છે. પલાળેલા ચણા દૂધ સાથે ખાવાથી માંસપેશી મજબુત બને છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રાત આખી પલાળેલા ચણાનું પાણી પીવાથી શરીરમાં ઘટી રહેલ વીર્ય ફરી બનવા લાગે છે અને શરીર પુષ્ઠ બને છે. પલાળેલ ચણાના પાણીમાં જો મધ મિકસ કરીને પીવામાં આવે તો જૂની નપુસંકતા પણ સમાપ્ત થઈ જાય છે.

(9:11 am IST)