દેશ-વિદેશ
News of Saturday, 21st July 2018

3 વર્ષીય બાળકીએ પોતાની સૂઝબૂજ દેખાડી પિતાનો જીવ બચાવ્યો

નવી દિલ્હી: ત્રણ વર્ષની વય,આ એક એવો સમય છે જેમાં બાળકો મસ્તી કરવામાંજ વ્યસ્ત હોય છે પરંતુ આ વયની અંદર એક બાળકીએ પોતાની સુજબુજથી પોતાના પિતાનો જીવ બચાવી લીધો છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રમતી વેળાએ બાળકીના પિતા જમીન પર પડી જતા તે ઘણો સમય સુધી ઉભા ન થયા તો તેને મોબાઇલમાંથી પોતાની માતાને વિડીયો કોલ લગાવી દીધો અને તેને પોતાના પતિને જમીન પર સુતેલા જોઈ તે ઓફિસથી દોડતી ઘરે આવી ગઈ હતી અને  આ બાળકીએ પોતાની સુજબુજથી પિતાનો જીવ બચાવી લીધો હતો.

(5:35 pm IST)