દેશ-વિદેશ
News of Saturday, 21st July 2018

દરરોજ કેળુ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ

 કેળા બધી ઋતુમાં સરળતાથી મળે છે. તેમાં વિટામીન, પ્રોટીન આયરન, પોટીશિયમ, ફાઈબર, ફોલિક એસિડ અને અન્ય પોષક તત્વ હોય છે. દરરોજ ૧ કેળુ ખાવાથી તમારી બ્લડ પ્રેશરથી લઈને વજન વધાવા સુધીની સમસ્યા દૂર રહે છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે. તો જાણી લો કેળા ખાવાના અનેક ફાયદા.

૧. વજન વધારવા માટે

વજન વધારવા માટે કેળુ ખૂબ જ ફાયાદકારક હોય છે. દરરોજ ૨-૩ કેળા ખાવાથી અથવા તેનુ શેક પીવાથી પાતળા લોકો વજન વધારી શકે છે. તેથી વજન વધારવા માટે કોઈ પણ રૂપે તેઓએ કેળા ખાવા જોઈએ.

૨. સ્વસ્થ હૃદય

કેળામાં ભરપુર માત્રામાં ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામીન સી હોય છે. દરરોજ ૧ કેળુ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ રહે છે અને તમે હૃદયની બીમારીઓથી બચી શકો છો.

૩. બ્લડ પ્રેશર અને શુગર કંટ્રોલ

કેળામાં રહેલ વીટામીન બી૬ શરીરમાં બ્લડ ગ્લૂકોઝ લેવલને બરાબર રાખે છે. જેનાથી તમારૂ શુગર કંટ્રોલ રહે છે. આ ઉપરાંત તમારૂ બ્લડ પ્રેશર પણ કંટ્રોલ રહે છે.

૪. વ્હાઈટ ડીસ્ચાર્જમાં ફાયદાકારક

 કેળા અને દુધની ખીરને સવારે અથવા સાંજે ખાવાથી વ્હાઈટ ડીસ્ચાર્જમાંથી આરામ મળે છે. આ ઉપરાંત વ્હાઈટ ડીસ્ચાર્જને દૂર કરવા માટે તમે દૂધ, કેળા અને મધ પણ ખાઈ શકો છો.

૫. ભૂખ કંટ્રોલ કરે

સવારે નાસ્તામાં ૨-૩ કેળા ખાવાથી તમને બપોર સુધી ભૂખ લાગશે નહિં. તેમાં રહેલ પોટેશિયમ અને ફાઈબર ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમારા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે.

૬. કબજીયાત

કેળા પેટામાં થતી કબજીયાતની સમસ્યામાંથી રાહત અપાવે છે. રાત્રે સૂતા પહેલા ઈસબગુલ અથવા દૂધ સાથે કેળાનું સેવન કરો. સવાર સુધીમાં કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે.

(અન્ય દર્દ અને એલર્જી હોય તેઓએ નિષ્ણાંતની સલાહ લેવી.)

(2:32 pm IST)