દેશ-વિદેશ
News of Saturday, 21st July 2018

માથામાં આવી રીતે નાખશો તેલ, તો થશે નુકશાન

 જો તમે માથામાં તેલ નાખીને વધારે સમય સુધી રાખો છો તો તમારા વાળને નુકશાન પહોંચી શકે છે. કારણ કે માથાની ત્વચા કેટલુક પ્રાકૃતિક તેલ પેદા કરી લે છે, જેનાથી ત્વચામાં નમી બની રહે છે. પરંતુ જો વધારે સમય સુધી તેલ લગાવી રાખો તો માથાની ત્વચામાં નમી આવી શકે અને તેનાથી ફોલ્લી અને ખીલ થવાનો ભય રહે છે.

કેટલીય વાર માથામાં તેલ નાખવાથી બનતી એકટ્રા નમીના કારણે ચહેરા પર ખીલ પણ થવા લાગે છે.

વાળમાં હંમેશા એટલુ જ તેલ નાખો, જેટલુ વાળ માટે જરૂરી હોય. જરૂર કરતા વધારે તેલ નાખાઈ ગયુ છે અને ચહેરા પર આવવા લાગ્યુ છે તો પહેલા કપડાથી સાફ કરી લો. વાળમાં તેલ નાખતા પહેલા તેની માત્રા નિશ્ચત હોવી જોઈએ.

 

(2:31 pm IST)