દેશ-વિદેશ
News of Saturday, 21st July 2018

આવતા વર્ષે વેચવા મુકાશે વોલ્વોની ફલાઇંગ કાર

નવી દિલ્હી તા ૨૧ :  કાર કંપની વોઈવોની એક સ્ટાર્ટ-અપ કંપનીએ કાર તૈયાર કરી છે જે ૨૦૧૯ માં વેચવા મુકાય એવીશકયતા છે. આ કંપની ઘણા સમયથી હાઇબ્રિડ ઇલેકિટ્રક ફલાઇંગ કાર તૈયાર કરી રહી છે અને હવ પ્રોડકશન લેવલ પર પશોંચી ગઇ છે. આ કારમાં બે સીટ હશે અને  લગેજ મુકવા માટે ખાસ જગ્યા રહેશે.એમાં અપગ્રેડ કરાયેલી સીટો, એર-બેગ,કેમેરા, નવી પેરેશૂટ સિસ્ટમ અને આધુનિક સીટ-બેલ્ટ રહેશે. આ ફલાઇંગ કાર કલાકના ૧૦૦ માઇલ (આશરે ૧૬૦ કિલોમીટર) ઝડપે ઉડી શકશે અને એ ૧૦,૦૦૦ ફુટની ઉંચાઇએ ઉડાવી શકાશે. એને ઉડાવવા માટે ફલાઇંગ લાઇસન્સની જરૂરી છે.

(11:56 am IST)