દેશ-વિદેશ
News of Monday, 21st June 2021

બ્રિટનમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ થતા લોકોએ લેવા માટે દોડ લગાવી

નવી દિલ્હી: બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)૧૮ વર્ષથી વધુ વયના બધા લોકો માટે રસીકરણ કાર્યક્રમુ ખુલ્લો મૂકતાં રસી લેવા માટે લોકોએ દોડ લગાવી છે. એનએચએસની જાહેરાતના દિવસે શુક્રવારે નેશનલ બૂકિંગ સર્વિસ મારફત કુલ ૭,૨૧,૪૬૯ લોકોએ રસી લેવા માટે નોંધણી કરાવી હતી. આમ, પ્રત્યેક સેકન્ડે આઠથી વધુ લોકોએ રસી માટે નોંધણી કરાવી હતી. રસીની માગમાં અચાનક આવેલા ઊછાળાને પહોંચી વળવા એનએચએસે જણાવ્યું હતું કે, તે વિશાળ રસીકરણ કેન્દ્રો ઊભા કરવા સ્ટેડિયમ અને ફૂટબોલ મેદાનોનો ઉપયોગ કરી રહી છે. યુકેના સ્વાસ્થ્ય સચિવ મેટ હેન્કોકે કહ્યું કે, દેશના યુવાનોમાં રસીકરણ માટેનો ઉત્સાહ અસાધારણ છે. કોરોનાથી બચવા માટે રસીકરણ અભિયાન ટીમ તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એનએચએસના ચીફ એક્ઝિક્યુટિવ સર સાઈમન સ્ટીવન્સે જણાવ્યું હતું કે, રસીકરણ કાર્યક્રમ મારફત ૩૦ લાખ યુવાનો રસીનો સૌપ્રથમ ડોઝ મેળવશે.

(5:54 pm IST)