દેશ-વિદેશ
News of Monday, 21st June 2021

ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ એટલી હદે વધી રહ્યું છે કે વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા

નવી દિલ્હી: પરમાણુ સશસ્ત્ર મિસાઇલોનું પરીક્ષણ કરીને વિશ્વભરમાં ચચર્મિાં રહેનાર ઉત્તર કોરિયામાં મોટાપાયે ભૂખમરા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ એટલું વધી ગયું છે કે, ત્યાં ખાદ્ય ચીજોની કિંમતો આસમાને છે. તમે ત્યાં ફુગાવાનો અંદાજ લગાવી શકો છો કે એક કિલો કેળાની કિંમત 3335 રૂપિયા છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉનએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેમના દેશમાં ખોરાકની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની છે કે છેલ્લા કેટલાક દિવસોમાં લાખો લોકોને ભોજન પણ મળ્યું નથી. કારણ છે કે ત્યાં ખૂબ મોંઘવારી છે કિમ જોંગ-ઉનએ તેમની પાર્ટીના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે કૃષિ ક્ષેત્ર અનાજ ઉત્પાદનના લક્ષ્‍યાંકને પ્રાપ્ત કરી શક્યું નથી, કારણ કે ગયા વર્ષે આવેલા તોફાનના કારણેથી પૂર આવી ગયું. ઉત્તર કોરિયામાં ભૂખનું સંકટ કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉદ્ભવ્યું છે. ઉત્તર કોરિયાએ પડોશી દેશો સાથેની દેશની સરહદો બંધ કરી દીધી હતી. આને કારણે ચીન સાથેનો તેમનો વેપાર ઓછો થયો.

(5:53 pm IST)