દેશ-વિદેશ
News of Thursday, 21st May 2020

રશીયામાં કોરોના દર્દીઓની સારવાર કરતી આ નર્સ ભારે ધ્યાનાર્ષક બની!

રશીયાના તુલા પ્રાંતની હોસ્પીટલમાં ફરજ બજાવતી નર્સ પીપીઇ કીટ નીચે માત્ર અંડરવિયર પહેરીને આવે છે. માત્ર પુરૂષ દર્દીઓના વોર્ડમાં આ નર્સ તૈનાત છે. મેચીંગ બ્લેક બ્રા અને નીકર ઉપર પીપીઇ કીટ પહેરનાર નર્સનો ફોટો ખુબ વાયરલ થયો છે. હોસ્પીટલ તંત્રએ આ બદલ નર્સ સામે કોઇ પગલા લીધા નથી. ર૦ વર્ષ આસપાસની આ નર્સ ખુબ જ હોટ દેખાય છે. તેણે પોતાના મેનેજરને જણાવ્યું હતું કે, પોતાના દર્દીઓની સારવાર કરતી વખતે તેને જાણ ન હતી કે તેણે પહેરેલુ પીપીઇ આટલુ આરપાર દેખાતું હશે તેનો ખ્યાલ નથી. હેલ્થ મીનીસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું છે કે જરૂરી યુનીફોર્મ ન પહેરવા બદલ તેની સામે પગલા લઇ શકાય છે. નર્સે આ બાબતે જાહેરમાં કાઇ વાત કરી નથી. આ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓએ કહયું કે નર્સ સામે અમને કોઇ વિરોધ નથી.

એક લોકલ અખબારના વાંચકે નર્સને અભિનંદન આપતા કહયું છે કે કોરોનાએ ઉભા કરેલા તનાવગ્રસ્ત વાતાવરણમાં કોઇક તો હસાવી શકે છે. નર્સના અન્ય એક સર્પોટરે કહયું કે, દરેક તેણી સામે ચિલ્લાઇ છે પણ કોઇ એ ધ્યાન આપતું નથી કે તેણી કેટલી ગરમીમાં કામ કરી રહી છે?! ઉલ્લેખનીય છે કે અહીંયા સામાન્ય એરકન્ડીશનીંગ થતું નથી. મરીના આસ્ટાખોવાએ એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે 'વેલડન, તેણી (નર્સ) એ દર્દીઓનો મુડ સુધારી નાખ્યો'! જયારે વેલેરી કેપનીને લખ્યું કે 'નર્સને શા માટે સજા કરવી જોઇએ તેનુે તો સન્માન કરવુ જોઇએ, આવા વસ્ત્રો જોઇ કોઇ મરવાનું ન વિચારે'.

(2:57 pm IST)