દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

ભારતીય માટે સ્કોટલેન્ડની નદી બની ગંગા સમાન: મળી અસ્થિ વિસર્જનની મંજૂરી

નવી દિલ્હી: સ્કોટલેન્ડની એક નદી ભારતીય માટે ગંગા બની ગઈ છે ભારતીય સમુદાય હવે અંતિમ સંસ્કાર પછી અહીંયા ક્લાઇડ નદીમાં ગંગાની જેમ  અસ્થિ વિસર્જન કરશે અહીંયા હિન્દૂ અને શીખ સમુદાય  ઘણા દિવસોથી માંગ કરી રહ્યું હતું સ્કોટલેન્ડની ઈન્વર્ટિસલી કાઉન્સ્લિના  સ્થાનિક લોકોએ વાતચીત કરી સમુદાયને અનુષ્ઠાન કરવાની અનુમતિ આપી દીધી છે.  અંતિમ સંસ્કાર પછી વિધિ શાંતિ પૂર્ણ થાય એ માટે નદી કિનારે એક શાંત વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.

(6:14 pm IST)