દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

દુનિયાની સૌથી મોંઘી કોફીઃ એક કપની કિંમત રૂ.૫૨૦૦

કેલિફોર્ર્નિયાના કેફેનું નામ કલેચ કોફી, બ્રાન્ડનું નામ એલિડા નેચરલ ગિસા-૮૦૩

કેલિફોર્નિયા તા.૨૧: અહીંના કલેચ કેફેનો દાવો છે કે તેમને ત્યાં દુનિયાની સૌથી મોંઘી કોફી મળે છે. કલેચ કોફી કેફેમાં એક કપ કોફીની કિંમત ૭૫ ડોલર એટલે કે લગભગ રૂ.૫૨૦૦ છે. કોફીનું નામ એલિડા નેચરલ ગિંસા-૮૦૩ છે. કેફેની બ્રાન્ચ સાનફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયામાં છે.

સાનફ્રાન્સિસ્કોમાં કલેચ કોફીના સહમાલિકે જણાવ્યું કે કોફીના નામની પાછળ ૮૦૩ જોડાયેલા હોવાની પણ એક કહાની છે. તાજેતરમાં થયેલી હરાજીમાં એક પાઉન્ડ કોફી ૮૦૩ ડોલરમાં વેચાઇ હતી. પનામાં કોફી કોમ્પિટિશનમાં કોફી સર્વશ્રેષ્ઠ રહી છે. આ કોમ્પિટિશનને કોફીની દુનિયાનો ઓસ્કાર એવોર્ડ માનવામાં આવે છે. કેફેના માલિકનું કહેવું છે કે કોફીના માત્ર ૪૫ કિલો બી વેચાણ માટે ઉપલબ્ધ હોય છે. તેમાંથી મોટા ભાગની કોફી જાપાન, ચીન અને તાઇવાન ચાલી જાય છે. અમે અમારા માટે માત્ર સાડા ચાર કિલોની આસપાસ જ બચાવી શકીએ છે. સમગ્ર ઉત્તર અમેરિકા મહાદ્વિપ આ કોફીના ઉપયોગ કરે છે. કોફી પીનાર એક લેડી લોરેન્સ સ્વેન્સે જણાવ્યું કે મેં અત્યાર સુધી જેટલી કોફી પીધી તેમાં આ સૌથી અલગ છે. કોફી પીને મગજમાં બ્લાસ્ટ જેવું થઇ ગયું. કોફીનો એક કપ ૭૫ ડોલરનો હકદાર છે.

(3:48 pm IST)