દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

દાઢી ઝડપથી વધારવા માટે Follow કરો આ ટીપ્સ

આજ-કાલ જેને જેઓ, તે દાઢી વધારી સ્ટાઈલ મારી રહ્યા છે. પુરુષો જુદી-જુદી સ્ટાઈલમાં દાઢી રાખવી પસંદ કરે છે અને તેઓ તેની સંભાળ પણ ખુબ લે છે. તમામ પુરુષોને દાઢી વધારવાની સરળ રીત ખબર નથી હોતી.

જોકે કેટલીક એવી રીત છે કે જેની અપનાવી આપ દાઢીને જલ્દી-જલ્દી વધારી શકો છો. શું આપ જાણો છો કે દાઢીનું વધવું અને તેનું  ઘટ્ટવું આપની ઉંમર અને જેનેટિક પર નિર્ભર કરે છે ?

આવો જાણીએ કેટલીક કુદરતી રીતો કે જેની મદદથી આપ પોતાની   દાઢીને લાંબી અન સ્ટાઈલિશ બનાવી શકો છો.

આહારમાં વધારો પ્રોટીનઃ

આપણા વાળ પ્રોટીનમાંથી બનેલા છે. તેથી પ્રોટીન શરીરને એવા પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ કરાવે છે કે જે વધુ વાળ ઉગાડે છે.

ચહેરા પર સ્ક્રબ કરોઃ

જો આપનાં ચહેરા પરથી ડેડ સ્કિન હટશે, તો નવા વાળ આરામથી ઉગશે. જો આપ ચહેરો સ્ક્રબ કરવા માંગો છો, તો બજારમાં મોજૂદ એકસફોલિએટ મૉસ્ક પણ ટ્રાય કરી શકો છો.

દાઢીમાં પણ લગાવો તેલઃ

વાળને કંડીશન કરવા જરૂરી છે. ભલે તે દાઢી જ કેમ ન હોય. તેલ વાળને વધારવાની સાથે-સાથે આપની દાઢીને યોગ્ય દિશામાં આગળ વધારશે. દાઢીમાં ઑલિવ ઑયલ કે નારિયેળ તેલ નિયમિત લગાવો.

ટ્રિમ કરતા રહોઃ

જો આપ પોતાની દાઢીને શેવ નથી કરી રહ્યાં, તો તેનો આ મતલબ નથી કે તેને ટ્રિમ પણ ન કરવામાં આવે. ટ્રિમ કરવાથી દાઢી શેપમાં રહે છે.

 

(10:44 am IST)