દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

હાડકાનો દુઃખાવો દુર કરવાના સરળ ઉપાયો

ઉંમર વધવાની સાથે લોકોને હાડકામાં દુઃખાવો શરૂ થાય છે. આ એક અસહનીય દુઃખાવો છે. મોટાભાગે શરીરમાં પુરતુ પોષણ અને વિટામીન ન મળવાને કારણે આવી સમસ્યા ઉદ્ભવે છે. હાડકાના દુઃખાવોમાં ઘણીવારઆંગળીખોના હાડકામાં ખાલી પણ ચડી જાય છે.

. આના ઈલાજ માટે બે ચમચી મધમાં એક ચમચી તજનો ભુક્કો નાખીને સવારે બે ગ્લાસ ગરમ પાણી સાથે પીવો. ચાલવામાં અસમર્થ અને હાડકાના દુઃખાવથી પીડીત રોગીઓને આ ઉપાયથી એક મહિના ફરક મળી શકે છે.

. ૧૫ અખરોટને આખી રાત પલાળીને રાખો. સવારે આને ખાલી પેટ ખાવું. આ પ્રયોગથી પણ તમને એક મહિના સુધી આ સમસ્યાથી રાહત મળશે.

. આના માટે વ્યાયામ કરવો પણ ખુબ જરૂરી છે.

. ઓરેન્જના જ્યૂસમાં ૧૧૫ ગ્રામ કોડ લીવર ઓઈલ મેળવીને સુતા પહેલા પીવાથી હાડકાના રોગમાં ફાયદો થાય છે.

. નિયમિત નારિયેળ પાણી પીવાથી હાડકામાં મજબૂતાઈ આવે છે.

. મધમાં આદુનો રસ નાખીને પીવાથી હાડકાની નબળાઈ દુર થાય છે.

(3:18 pm IST)