દેશ-વિદેશ
News of Monday, 21st May 2018

ચંદ્રમાના રહસ્યમયી ક્ષેત્રોથી પડદો ઉઠાવશે ચીનનું રીલે સેટેલાઇટ

નવી દિલ્હી: ચીને ચંદ્રમાના સુંદર ક્ષેત્રોના અધ્યયન માટે સોમવારના રોજ એક રીલે સેટેલાઇટ લોન્ચ કર્યું છે આ ધરતી અને ચંદ્રમા વચ્ચે સંચાર સંપર્ક સ્થાપિત કરશે અને તેના રહસ્યમયી ભાગથી પણ પડદો ઉઠાવવામાં આવશે ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન મુજબ આ રીલે સેટેલાઈટને ક્યુકીઓ નામ આપવામાં આવ્યું છે તેનું વજન 400 કિલો છે અને તે ત્રણ વર્ષ સુધી કામ કરશે.આ સેટેલાઈટને લાંગ માર્ચ-4સી રોકેટથી સ્થાનિક સમયાનુસાર સવારે 5.28 વાગ્યે દક્ષિણ પશ્ચિમ ચીનના શીંચાંગ સેટેલાઇટ લાંચ સેન્ટર પર પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.

(6:58 pm IST)