દેશ-વિદેશ
News of Monday, 21st May 2018

સાઉદી અરબમાં મહિલાઓના ડ્રાઈવિંગ પ્રતિબંધ પર વિરોધ કરી રહેલ 7ની ધરપકડ

નવી દિલ્હી: સાઉદી અરબમાં મહિલાઓને વાહન ચલાવવામાં માટેના અધિકાર માટે સંઘર્ષ કરનાર ચાર પ્રમુખ માનવાધિકારી કાર્યકર્તાઓ સહીત 7 લોકોએ વિદેશી સંગઠનો સાથે કામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે સરકાર સમર્થિત મીડિયા સંગઠને તેને વિશ્વાસઘાતી અને રાજદ્રોહી બતાવવા તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે સાઉદી અરબમાં આવતા મહિને મહિલાઓને ગાડી ચલાવવા માટે લાગેલ પ્રતિબંધને હટાવવાની તૈયારી ચાલી રહેલ હતી તેમાં આ ધરપકડ કરવામાં આવી છે.

(6:57 pm IST)