દેશ-વિદેશ
News of Monday, 21st May 2018

ઇંડોનેશિયામાં ટ્રક દુર્ઘટનામાં 11 લોકોના મોત

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં ચીનથી આવતો એક ટ્રક મોટરસાયકલ અને ઘર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નિપજ્યા છે સ્થાનિક એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટ્રક મધ્ય જાવા પ્રાંતથી બ્રેબેસની રાજધાની જકાર્તા નજીક જઈ  રહ્યો હતો ત્યારે તેમાં બ્રેક ફેલ થઇ જતા આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.11 લોકોના આ ઘટનામાં મોત નિપજ્યા છે અને અન્ય 11 લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:57 pm IST)