દેશ-વિદેશ
News of Monday, 21st May 2018

પાકિસ્તાનના કરાચી,સિંધુ પ્રાંતમાં લૂની ચેતવણી આપવામાં આવી

નવી દિલ્હી: પાકિસ્તાનના મોસમ વિભાગે કરાચી અને સિંઘમાં ત્રણ દિવસ સુધી લૂ  ચાલવાની ચેતવણી આપી હતી કરાંચીમાં ગઈ કાલે તાપમાન 44 ડિગ્રી સેલ્સિયન્સ આંકવામાં આવ્યું હતું જયારે દક્ષિણી સિંઘ પ્રાંતના અન્ય વિભાગમાં આ 46 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું વધારે ગરમીના કારણે રોજમદારોને ખુબજ હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી પાકિસ્તાનના મોસમ વિભાગે વધારે ગરમીના કારણે એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને કહ્યું છે કે 23 મેં સુધી તેનો સામનો કરવો પડશે જૂન 2015માં કરાચીના ત્રણ દિવસ સુધી લૂ લાગવાના કારણે 400 લોકોના મોત નિપજ્યા હતા  ને  તાપમાન 49 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

(6:55 pm IST)