દેશ-વિદેશ
News of Wednesday, 21st April 2021

પતિ સાથે તૂટ્યો સંબંધ તો મહિલાએ ૬૦ વર્ષના સસરા સાથે કર્યા લગ્ન

પહેલા લગ્નથી મહિલાને એક પુત્ર છે અને સસરા સાથેના લગ્નથી દીકરીનો જન્મ થયો છે :મહિલા અને તેના સાવકા સસરાની ઉંમર વચ્ચે ૨૯ વર્ષનું અંતર છે

વોશિંગ્ટન,તા.૨૧: અમેરિકાના કેન્ટુકીમાં ૩૧ વર્ષની મહિલાએ પતિ સાથે સંબંધ તૂટ્યા બાદ પોતાના ૬૦ વર્ષના સોંતેલા સસરા સાથે લગ્ન કરી લીધા. હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા કિવગ્ગના લગ્નમાં તેના સાવકા સસરા જેફ કિવગલે એક વિધિમાં પણ હાજરી આપી હતી. આ મહિલાની ૧૯ વર્ષની ઉમરે સ્થાનિક કારખાનામાં કામ કરતા જસ્ટિન ટોવેલ નામના એક યુવક સાથે લગ્ન થયા હતા.

લગ્ન બાદ બનેને એક બાળક પણ થયું, પરંતુ એકબીજા સાથે વધતા વિવાદોના કારણે ૨૦૧૧થી સંબંધોમાં તિરાડ પડવાની શરૂ થઈ ગઈ. આ દરમિયાન એરિકાને સાવકા સસરા જેફ કિવગલે ઘણો સહારો આપ્યો. વર્ષ ૨૦૧૭માં એરિકા અને જસ્ટિસ ટોવેલના ડિવોર્સ થઈ ગયા, તે પછી સાવકા સસરાએ મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો. થોડા સમય પછી ઉંમરમાં ૨૯ વર્ષનું અંતર હોવા છતાં બંને પતિ-પત્ની બની ગયા.

લગ્નના એક વર્ષની અંદર જ ૨૦૧૮માં આ મહિલાએ એક દીકરીને પણ જન્મ આપ્યો. હવે બંને બાળકો પોતાની મા સાથે રહે છે. ઉંમરમાં ઘણું અંતર હોવા છતાં પણ આ બંનેએ પોતાના સંબંધોને લઈને ખુશી વ્યકત કરી. મહિલાએ કહ્યું કે, જસ્ટિનની બહેને જેફ (સાવકા સસરા) સાથે ઓળખાણ કરાવી હતી. મહિલાએ કહ્યું કે, 'જ્યારે તેમણે મને દુઃખના સમયમાં સહારો આપ્યો, ત્યારે મેં વિચાર્યું કે તે મારા સુખદુઃખના સાથી બની શકે છે.'

મહિલાએ કહ્યું કે, જેફનું દિલ હજુ પણ જવાન છે, જયારે કે હું તેમના કરતા વધુ ઉંમરલાયક લાગું છું. એરિકાના પહેલા પતિ જસ્ટિને પણ બીજા લગ્ન કરી લીધા છે. એ બંને પોતાના પહેલા દીકરાને વારાફરતી સાથે રાખે છે. આ બંને પરિવાર આજુબાજુમાં જ રહે છે. મહિલાના પતિ જસ્ટિને કહ્યું કે, 'અમારી વચ્ચે હવે બધું સારું છે. હવે કોઈ નફરત નથી. અમે અમારા દીકરા વિશે વાત કરીએ છીએ અને અમે બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છીએ.'

જેફે કહ્યું કે, તેમને એરિકામાં પોતાની પહેલી પત્ની નજર આવે છે. તેમણે કહ્યું કે, 'અમે બંને એકબીજાની સાથે ખુશ છીએ અને દરેક ક્ષણનો આનંદ લઈ રહ્યા છીએ. અમે ઉંમરના અંતર પર કયારેય ધ્યાન નથી આપ્યું, અમે બસ એવા જ પ્રેમમાં પડી ગયા જેવા અમે છીએ.'

(11:04 am IST)